Psalms 62

1મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે;
કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
2તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે;
તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.

3જે માણસ નમી ગયેલી ભીંત કે

ખસી ગએલી વાડના જેવો છે,
તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
4તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે;
તેઓને જૂઠું બોલવું ગમે છે;
તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.

5હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો;

કેમ કે મારી આશા તેમના પર જ છે.
6તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે;
તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.

7ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે;

મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
8હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો;
તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો;
ઈશ્વર આપણો આશ્રય છે.
સેલાહ


9નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે;

તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે;
તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
10જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ;
અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ,
કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.

11ઈશ્વર એક વાર બોલ્યા છે,

આ વાત મેં બે વાર સાંભળી છે:
સામર્થ્ય ઈશ્વરનું જ છે.
વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે,
કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.
12

Copyright information for GujULB